Uncategorized
મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ ** પ્રજાહિતલક્ષી પ્રશ્નોની સકારાત્મક ચર્ચા અને સંબંધિત અધિકારીઓ દ્વારા અપાયા સંતોષકારક જવાબો
મહીસાગર, ૧૮ જુલાઈ: મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે સભાખંડમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિ (ભાગ-૧ અને ભાગ-૨) ની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામો, વહીવટી કામગીરીની સમીક્ષા અને લોકપ્રશ્નોના સુચારુ નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાના હિતને લગતા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર તથા બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ દ્વારા લોકકલ્યાણ અને પ્રજાહિતલક્ષી અનેક પ્રશ્નો બેઠકમાં મૂકવામાં આવ્યા હતા. આ રજૂ કરાયેલા પ્રશ્નોના સંદર્ભમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ દ્વારા સકારાત્મક પ્રતિભાવ સાથે સંતોષકારક જવાબો પૂરા પાડવામાં આવ્યા હતા અને પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટેની દિશા નક્કી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રશ્નોના સત્વરે ઉકેલ અને વહીવટી સંકલન માટે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સહિત સંકલન સમિતિના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




