Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૬ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર બાળકોના નોમિનેશન પ્રક્રિયા શરૂ… ​પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં https://awards.gov.in/Home/AwardLibrary પર નોમિનેશન માટે આવેદન કરી શકાશે…

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)-2026 માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા સાહસિકતા, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોને "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર" આપવામાં આવે છે. જેમાં બાળકોને વિવિધ ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન આધારીત બાળ પુરસ્કાર બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠતા એવોર્ડ આપવામાં આવે છે. ​ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે ૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન/સેવા છેલ્લા ૦૨ વર્ષમાં કરેલ હોય તે અંગે આધાર-પુરાવા સાથે તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં નોમિનેશન https://awards.gov.in/Home/AwardLibrary કરાવવાનું રહેશે. આ અંગેની વિગતવાર માહિતી ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાશે. વધુ માહિતી માટે શ્રી, જીગ્નેશકુમાર પ્રવિણચંદ્ર પંચાલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં.૨૧૨, બીજો માળે, જિલ્લા સેવા સદન, લુણાવાડા, જી.મહીસાગર ખાતે મુલાકાત કરવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!