Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

નવી જવાબદારીઓ… નવા સંકલ્પો… મહીસાગરના સર્વાંગી વિકાસ તરફ એક મજબૂત પગલું! 💐 લુણાવાડા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહીસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં નવનિયુક્ત હોદ્દેદારોએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. આ અવસરે તેમને મોં મીઠું કરાવી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો. આ સમિતિઓમાં સામાજિક ન્યાય સમિતિના શ્રી રાકેશકુમાર ઇન્દુભાઈ સોલંકી, શિક્ષણ સમિતિના શ્રી નરેન્દ્રસિંહ અર્જુનસિંહ દામા, આરોગ્ય સમિતિના શ્રી દિનેશભાઈ અમરસિંગભાઈ બામણીયા, બાંધકામ સમિતિના શ્રી અરવિંદભાઈ સુખાભાઈ બારીઆ, મહિલા-બાળ વિકાસ સમિતિના શ્રીમતી જેન્તાબેન ભલાભાઈ પટેલીયા તેમજ સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિના શ્રી ભાનુપ્રસાદ હરજીવનભાઈ જોષીની નિમણૂક કરવામાં આવી છે.

નવી જવાબદારીઓ... નવા સંકલ્પો... મહીસાગરના સર્વાંગી વિકાસ તરફ એક મજબૂત પગલું! 💐 લુણાવાડા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહીસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં નવનિયુક્ત હોદ્દેદારોએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. આ અવસરે તેમને મોં મીઠું કરાવી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો. આ સમિતિઓમાં સામાજિક ન્યાય સમિતિના શ્રી રાકેશકુમાર ઇન્દુભાઈ સોલંકી, શિક્ષણ સમિતિના શ્રી નરેન્દ્રસિંહ અર્જુનસિંહ દામા, આરોગ્ય સમિતિના શ્રી દિનેશભાઈ અમરસિંગભાઈ બામણીયા, બાંધકામ સમિતિના શ્રી અરવિંદભાઈ સુખાભાઈ બારીઆ, મહિલા-બાળ વિકાસ સમિતિના શ્રીમતી જેન્તાબેન ભલાભાઈ પટેલીયા તેમજ સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિના શ્રી ભાનુપ્રસાદ હરજીવનભાઈ જોષીની નિમણૂક કરવામાં આવી છે. ✨ વિશ્વાસ છે કે નવી ટીમ સેવાભાવ, સમર્પણ અને ટીમ-ભાવનાથી મહીસાગર જિલ્લાના વિકાસકાર્યોને નવી ગતિ આપશે તથા જનકલ્યાણના કાર્યોને વધુ મજબૂત બનાવી વિકાસના નવા આયામો સ્થાપિત કરશે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી અને મહીસાગરના વિકાસ માટે સમર્પિત ભાવના સાથે કાર્ય કરવા પ્રેરણા આપી. "સંગઠનની શક્તિ... સેવાનો સંકલ્પ... અને મહીસાગરના વિકાસ માટે અવિરત પ્રયત્ન." t

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!