E-Paperhttps://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2024/01/jjujuu.gifગુજરાત
લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દસરથભાઈ બારીયા સાહેબ ઉપસ્થિત સંકલન બેઠક યોજાઈ
આજ રોજ લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દસરથભાઈ બારીયા સાહેબ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરવામાં આવી તેમજ પ્રજાજનોને પડતી સમસ્યાઓના ઝડપી અને પારદર્શક નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને વિકાસયાત્રાને વધુ ગતિ મળે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર,પ્રદેશ મંત્રી શ્રીમતી મુક્તિબેન જોશીજી, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી નીતિનભાઈ પટેલજી, ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારજી, ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોરજી, જિલ્લા મહામંત્રીશ્રીઓ મહીસાગર જિલ્લા ના તાલુકા પ્રમુખશ્રી, તેમજ ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના પદાધિકારી તેમજ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જનકલ્યાણ, સુશાસન અને વિકાસના ધ્યેયને સાકાર કરવા સંગઠન અને સરકારના સુમેળ સાથે મહીસાગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહીશું.



