Uncategorized
મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર એલર્ટ * મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે કલેક્ટરશ્રી સુશ્રી અર્પિત સાગરે શાળાઓમાં ઓચિંતી મુલાકાત લીધી * લુણાવાડાની વિવિધ શાળાઓના ભોજન-પાણીનું સઘન ચેકિંગ, કલેક્ટરશ્રીની નાગરિકો સતર્ક રહેવા અપીલ
મહીસાગર જિલ્લામાં GBS (Guillain-Barré Syndrome) ના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે આજરોજ લુણાવાડાની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈને સઘન તપાસ હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લુણાવાડા સ્થિત આદર્શ વિદ્યાલય, વાઈબ્રન્ટ વેવ્સ ઇન્ટરનેશનલ એકેડમી, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, નંદ ઘર (આંગણવાડી), વેદાંત કોલેજ, ઇન્ફિનિટી સ્કૂલ અને બ્રાઇટ વિદ્યાસંકુલની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મહેસૂલ, પંચાયત, ફૂડ સેફ્ટી, આરોગ્ય, શિક્ષણ અને DSO ની સંયુક્ત ટીમ દ્વારા વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાનગી અને સરકારી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બાળકોને અપાતા ભોજન, પીવાનું પાણી અને સ્વચ્છતા (હાઇજીન) અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા શાળાઓને સ્વચ્છતા જાળવવા અને જરૂરી નિયમોના કડક પાલન કરવા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે, જેથી બાળકોને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ મળી રહે. આરોગ્ય વિભાગની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી અવિરત ચાલી રહી છે. નગરપાલિકા વિસ્તારની કુલ ૨૪ શાળાઓના ૧૩,૧૦૬ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત પીવાના પાણીના ૭ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોના ૪૧૫ ઘરોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી પણ વધુ સઘન બનાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જાહેર જનતા અને તબીબોને અપીલ કરતા જણાવ્યું છે કે, જો કોઈ બાળકમાં GBS ના કોઈપણ લક્ષણો જણાય તો જરા પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ખાનગી તબીબોને પણ ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે જો તેમની પાસે આવો કોઈ પણ સિમ્પ્ટોમેટિક કેસ આવે તો તેની જાણકારી સત્વરે હેલ્થ ટીમને આપવી. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, પ્રોબેશનલ આઈ એ એસ શ્રી ત્રિલોકસિંહ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈલેશકુમાર મુનિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કૃપા એન જહાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મૈત્રીબેન, સહાયક માહિતી નિયામકશ્રી હરીશ પરમાર સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



<img src=”https://mahisagarnews.lizermedia.com/wp-content/uploads/2026/08/14-08-2026-press-note-mahisagar-1-3-

300×200.jpeg” alt=”” width=”300″ height=”200″ class=”alignnone size-medium wp-image-2483″ />





