Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
Uncategorized

મહીસાગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિરપુર તાલુકાના વરધરા ખાતે યોજાશે **** જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં રિહર્સલ સંપન્ન ****

આગામી સ્વાતંત્ર્ય પર્વની મહીસાગર જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી વિરપુર તાલુકાના વરધરા ગામ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુદ્રઢ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ વરધરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જેમાં ધ્વજવંદન અને પોલીસ દળ દ્વારા પરેડ નિરીક્ષણ પૂર્વ તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાઈ રહે અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ, ટ્રાફિક નિયમન, સુરક્ષા વ્યવસ્થા, સ્ટેજ અને મેદાન શણગાર, પીવાના પાણી તેમજ આરોગ્ય વિષયક સુવિધાઓ સહિતની તમામ આનુષંગિક કામગીરીની સમીક્ષા કરી ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર અને દેશભક્તિ સભર ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!