Welcome to Mahisagar News   Click to listen highlighted text! Welcome to Mahisagar News
E-Paperગુજરાતટોચના સમાચાર

મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ વિરપુર તાલુકાના વરધરા ગામ ખાતે યોજાશે ** જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર, ૦૩ ઓગસ્ટ: આગામી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહીસાગર જિલ્લા કક્ષાના ધ્વજવંદન અને ઉજવણી કાર્યક્રમનું આયોજન વિરપુર તાલુકાના વરધરા ગામ ખાતે કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અત્યંત સુચારૂ, ભવ્ય અને ગરિમાપૂર્ણ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ વિભાગોના અમલીકરણ અધિકારીઓને તેમની આનુષંગિક જવાબદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ કરીને, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પ્રોટોકોલ મુજબ ડાયસ અને બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન, ટ્રાફિક નિયમન તેમજ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકો માટે મેડિકલ અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા જેવી તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાર્યક્રમ સ્થળે અને નગરમાં સ્વચ્છતા ઝુંબેશ અંગે પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિનના આ પાવન અને રાષ્ટ્રીય ગૌરવના અવસરે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરો તેમજ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવનાર છે, જે અંગેની આખરી યાદી અને સન્માનપત્રોની તૈયારીઓ પૂર્ણ કરવા સબંધિત અધિકારીઓને સૂચના અપાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અમલીકરણ અધિકારીઓને પરસ્પર સુમેળભર્યું સંકલન સાધીને સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા અને આયોજનબદ્ધ 'મિનિટ ટુ મિનિટ' કાર્યક્રમ ઘડી કાઢવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી વી લટા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!